Friday, January 10, 2025
HomeGujaratમોરબીની માધાપર કુમાર અને કન્યા શાળા ખાતે બેગલેસ ડે નિમિતે જાદુગરનો યોજાયો...

મોરબીની માધાપર કુમાર અને કન્યા શાળા ખાતે બેગલેસ ડે નિમિતે જાદુગરનો યોજાયો શો

મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં વી.કે. જાદુગરનો શો યોજાયો હતો. મોરબીની માધાપરવાડી શાળામાં બેગલેસ ડે નિમિત્તે બાળકોએ વી.કે.જાદુગરનો શો માણ્યો હતો..બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન નહિ પરંતુ વાસ્તવિક શિક્ષણ મળે તેવા ઉદ્દેશ સાથે બેગલેસ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી…

- Advertisement -
- Advertisement -

વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીયું શિક્ષણ નહિ પરંતુ બાળકોની પંચેન્દ્રિયનો વિકાસ થાય એ માટે વિદ્યાર્થીઓને અનુભવ સહિતનું એજ્યુકેશન આપવાનું છે. એ માટે શૈક્ષણિક વર્ષ દરમ્યાન ટેન બેગલેસ ડે નો સમાવેશ કરવામાં આવ્યો છે.

એમાં વિદ્યાર્થીઓને ફિલ્ડ વિઝીટ કરાવવી, વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત કરાવવી તેમજ વ્યવસાયિક શિક્ષણ મળી રહે તેવા અભ્યાસ દરમ્યાન બાળકો પોતાની રસ રુચિ અનુસાર પોતાનામાં રહેલી શૂષુપ્ત શક્તિઓ બહાર લાવે એ માટે કલા ઉત્સવ, કલા મહાકુંભ, ખેલ મહાકુંભની સાથે બાળકોમાં ચિત્ર દોરવા, કાવ્ય લેખન પઠન ગાયન, વાદન, નૃત્ય, રમત ગમત જેવી પ્રવૃત્તિઓમાં પોતાનું કૌશલ્ય દાખવે એ માટે શાળા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

જે અંતર્ગત માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં દેશ વિદેશમાં જેમને જાદુના અનેક શો કર્યા છે તેવા વી.કે.જાદુગરના શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાદુગર દ્વારા સાદા બમ્બુમાંથી ફૂલ કાઢવા, બાવન પત્તાની જુદી જુદી ટ્રિક બતાવી ખેલ બતાવ્યા, પેટીમાંથી સુશોભન રીબીન કાઢવી, કરન્સી નોટના સિરિયલ નંબરના આધારે પેટીમાંથી નંબર કાઢવા, જુદી જુદી રિંગને એકબીજી સાથે જોડવી, છૂટી પાડવી, ગળામાંથી તલવાર પસાર કરવી, પેટીમાંથી રૂમાલમાંથી જાદુના ખેલ સહિતના કરતબ દેખાડ્યા હતા. વી.કે.જાદુગરે વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું જ્ઞાન ગમત સાથે પૂરું પાડ્યું હતું. બંને શાળાના વિદ્યાર્થીઓએ જાદુના ખેલ નિહાળી ખુબજ મજા માણી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!