હળવદમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં હળવદ મોરબી હાઇવે રોડ ઉપર એક ઈસમે યુવકને ગાડી કેમ ઉભી રાખી તેમ કહી ગાળો આપી છરીના ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાનાં ડીસા ગવાડી ગામે રહેતા દિલાવરખાન ગુલાબખાન પઠાણ નામના યુવકને ગત તારીખ ૩૦/૧૧/૨૦૨૩ ના રાત્રીના સમયે લાલો (રહે- મહેસાણા મુળ અમદાવાદ) નામના ઈસમે ગાડી કેમ ઉભી રાખી તેમ કહી ગાળો આપી જમણા હાથે કોળીથી ઉપરના ભાગે તથા જમાણા પગે ઢીચણના ભાગે છરીના બે ઘા કરી ઇજા કરી નાસી ગયેલ હોય ત્યારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર દરમ્યાન જમણા હાથે કોળીથી ઉપરના ભાગે પાચ ટાકા તથા ઢીચણના ભાગે બાર ટાકાની ઇજા પહોંચી હતી. જે સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવકે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.