હળવદ તાલુકાનાં નવા અમરાપર ગામ ખાતે રહેતા ૨૭ વર્ષીય યુવક પર ગત તા.૧૬/૦૩/૨૦૨૩ના રોજ એક ઈસમે તેના ઘરે મારે તારી પત્ની સાથે કોઇ સંબધ નથી તુ મારા ખોટા નામ કેમ આપે છે ? તેમ કહી પોતાના હાથમા રહેલ છરી વડે યુવકને ગળામાં ઇજા કરતા લોહી નીકળતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાનાં નવા અમરાપર ગામ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા ૨૭ વર્ષીય રાજુભાઇ મેરૂભાઇ બાલાસણીયાને ગત તા. ૧૬/૦૩/૨૦૨૩ ના સવારે ત્રણેક વાગ્યેના અરસામાં ઘરે આવી આરોપી કિશન ચંપકભાઇ બાલાસણીયાએમારે તારી પત્ની સાથે કોઇ સંબધ નથી તુ મારા ખોટા નામ કેમ આપે છે? તેમ કહી પોતાના હાથમા રહેલ છરી વડે ફરીયાદીને ગળાના ભાગે ઇજા કરતા લોહી નીકળતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.