Tuesday, March 10, 2026
HomeGujaratમોરબીના શનાળા રોડ હાઉસીંગ બોર્ડમાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના શનાળા રોડ હાઉસીંગ બોર્ડમાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના શનાળા રોડ પર આવેલા હાઉસીંગ બોર્ડના ત્રણ માળીયામાં રહેતા એક પ્રૌઢે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા હાઉસીંગ બોર્ડના ત્રણ માળીયામાં બ્લોક નં. એમ-૩૬૫ માં રહેતા કાનજીભાઈ મોહનભાઈ મકવાણા ઉવ.૫૦ એ કોઈ અકળ કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નોપજ્યું હતું. ત્યારે મૃતકની લાશને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડતા જ્યાં ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. જેથી સીટી એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!