વાંકાનેર તાલુકાના નવા ભલગામથી જુના ભલગામ ચાલીને પોતાના ઘરે જઈ રહેલા પ્રૌઢ વાંકાનેર હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હોય તે દરમિયાન એક અજાણ્યા વાહન ચાલજે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી આવી પ્રૌઢને ટક્કર મારતા તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે સારવાર મળે તે પહેલાં જ પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના ભલગામ ગામે રહેતા આશિષભાઈ જગુભાઈ હમીરભાઈ બેડવા ઉવ.૨૩એ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા કેહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૦૭/૦૩ના રોજ આશિષભાઈના પિતા જગુભાઈ હમીરભાઈ બેડવા નવા ભલગામથી જુના ભલગામ પોતાના ઘરે જતા હોય ત્યારે રામદેવપીર મંદિર પાસે રોડની કટથી રોડ ક્રોસ કરી રહ્યા હોય તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફથી આવતા અજાણ્યા વાહનના ચાલકે તેમને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જગુભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









