Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરમાં રાતીદેવળી થી તીથવા ગામ જતા રસ્તે મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતા એકનું...

વાંકાનેરમાં રાતીદેવળી થી તીથવા ગામ જતા રસ્તે મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતા એકનું મોત

વાંકાનેરનાં તીથવા કુબા વિસ્તારમાં રહેતો યુવાન પોતાની ટી.વી.એસ. સ્ટાર મોટર સાયકલ લઈ રાતીદેવળી થી તીથવા ગામ તરફ જતો હતો. ત્યારે કુકડા કેન્દ્રની બાજુમાં કાચા રસ્તા પર તેનું મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં તીથવા કુબા વિસ્તારમાં રહેતા ધનજીભાઇ સોમાભાઇ મેસરીયા ગત તા.૧૭/૦૧/૨૦૨૩ ના બપોરના અઢીક વાગ્યાના સુમારે પોતાની જી.જે ૩૬ ડી ૯૮૯૩ નંબરની ટી.વી.એસ. સ્ટાર મોટર સાયકલ લઈ રાતીદેવળી થી તીથવા ગામ જતા કાચા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેઓએ પોતાની ગાડી પુરઝડપે ચલાવી સ્લીપ ખાઇ જતા તેને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તેઓના પત્ની કિરણબેન ધનજીભાઇ મેસરીયા દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!