ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા ગોપાલભાઈ વેલજીભાઈ ચીકાણી ઉવ.૫૩ નામના પ્રૌઢ ગઈકાલે હમીરપર ગામે વાડિએ સવારે બે વાગ્યાના અરસામા કોઈ કારણસર લીંબડાની ડાળીએ દોરડાથી ગળેફાસો ખાઈ જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતુ, જેથી પરિવારજનો મૃતકની લાશ ટંકારા સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ જારી આપઘાત કરવા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.