Wednesday, October 30, 2024
HomeGujaratટંકારા-લતીપર ચોકડી પાસેથી પિસ્તોલ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો

ટંકારા-લતીપર ચોકડી પાસેથી પિસ્તોલ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો

ટંકારા-લતીપર ચોકડી પાસે આવેલ હોટેલ નજીકથી મૂળ જામનગર પંથક નો અને હાલ રાજકોટ રહેતા આરોપીને પોલીસે દેશી બનાવટની પીસ્તોલ સાથે પકડી પડ્યો છે.

- Advertisement -
- Advertisement -

 

પોલીસે બાતમી આધારે ટંકારા લતીપર ચોકડી પાસે આવેલ રાજશકિત હોટલ નજીક રોડ ઉપરથી આરોપી રતાભાઇ ખોડાભાઇ રાતડીયા (ઉ.વ.૨૯) રહે. રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડી બંસીધર પાર્ક પ્લોટ નં-૮૭૧ મુળ સામપર (માધાપર) તા.જોડીયા જી.જામનગરવાળો દેશી બનાવટની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦ સાથે ઝડપી લઈ તેની વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ કલમ ૨૫(૧-બી),એ, મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

આ કામગીરી દરમિયાન પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ મૈયડ, જયવંતસિંહ ગોહીલ,દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, નંદલાલ વરમોરા, રણવીરસિંહ જાડેજા સહિતના કર્મચારીઓ ફરજ પર હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!