ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં તે ખુલ્લેઆમ બેરોકટોકપણે વેચાઈ રહી છે. જેના પર પ્રતિબંધ લાદવા હવે હાઈકોર્ટે કડક વલણ અપનાવવા આદેશ કર્યો છે. જે અંતર્ગત હવે પોલીસ વિભાગે ગેરકાયદે વેચાઈ રહેલા માંજા વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે મોરબીમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરા ફીરકી વેચાણ કરતા એક ઇસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ હાલમા આવતા ઉતરાયણ તહેવાર ઉપર પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના હિસાબે કોઇ વ્યકિતઓને ગંભીર પ્રકારની શારીરિક ઇજાઓ ન થાય તેની તકેદારીના ભાગરૂપે કોઇ ઇસમ આવી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય જેથી ગઈકાલે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ મોરબીના શનાળા ગામમાં લાઈન્સનગર પાસે આવેલ ખોજા સોસાયટી નજીકથી પેટ્રોલીંગ દરમ્યાન કરણભાઈ બાબુભાઈ પનસારા નામના ઇસમને પ્રતિબંધીત ૫૦ ચાઇનીઝ ફીરકી કે જેની કિંમત રૂ.૧૦,૦૦૦/- છે તે કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.