Sunday, October 6, 2024
HomeGujaratમોરબીના નવલખી રોડ ઉપરથી કારમાં વિદેશી દારૂની બે બોટલ લઈ નીકળેલ એક...

મોરબીના નવલખી રોડ ઉપરથી કારમાં વિદેશી દારૂની બે બોટલ લઈ નીકળેલ એક શખ્સની ધરપકડ

મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના નવલખી રોડ લાયન્સ સ્કૂલ નજીકથી મહિન્દ્રા કંપનીની એક્સ.ક્યુ.વી કાર રજી. નં. જીજે ૧૦ ડીએન ૦૩૧૬ શંકાસ્પદ હાલતમાં ઉભી હોય ત્યારે કારને રોકી તેમાં તલાસી લેતા વિદેશી દારૂની શીલપેક બે બોટલ મળી આવતા આરોપી કાર ચાલક હસમુખભાઇ ઉર્ફે હિતેશભાઇ રાજાભાઇ મકવાણા ઉવ.૩૪ રહે-અમરાપર(ટોળ) તા.ટંકારાવાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આરોપી પાસેથી વિદેશી દારૂની બે બોટલ કિ.રૂ.૬૦૦ તથા મહિન્દ્રા કંપનીની કાર કિ.રૂ. ૫ લાખ એમ કુલ રૂ. ૫,૦૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!