Tuesday, April 15, 2025
HomeGujaratમોરબીના મકનસર ગામથી એક ઇસમ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાયો

મોરબીના મકનસર ગામથી એક ઇસમ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાયો

મોરબી તાલુકાના મકનસર ગામ પ્રેમજીનગર નેશનલ હાઇવે રોડ ઇટના ભઠ્ઠા પાસેથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે સંજય ઉર્ફે ધુડો વિરજીભાઈ રાતૈયાને અલગ અલગ ભારતીય બનાવટની ૭૫૦ મી.લી. કાચની ઇંગ્લિશ દારૂની ૭૮ નંગ બોટલ કિંમત રૂ. ૪૭,૫૨૪ ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષકઅશોકકુમાર યાદવ રાજકોટ વિભાગે પ્રોહી / જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરી વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપતાં પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ તરફથી વધુમાં વધુ પ્રોહી / જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી / જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરી વધુમાં વધુ કેસો શોધી કાઢવાની સુચના આપતા આજરોજ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે. ચારેલની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.સગારકા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પ્રોહી /જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મુંધવા, શક્તિસિંહ જાડેજાને સંયુકત બાતમી મળી કે, “મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સંજયભાઈ ઉર્ફે ધુડો રાતૈયાના ઇટોના ભઠ્ઠા પાસે સંજયભાઇ ઇંગ્લીશ દારુ સગેવગે કરવાની પેરવીમાં છે. જે ખાનગી બાતમીને આધારે તે જગ્યાએ જઈ રેઇડ કરતા એક ઇસમને ઇંગ્લીશ દારૂની બોટલો સાથે પકડી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૭૮ કિંમત રૂ.૪૭,૫૨૪/- નો મુદ્દામાલ કબ્જે કરી ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.એ.પરમાર ચલાવી રહ્યાં છે.

પોલીસ ઇન્સેકટર એસ.કે.ચારેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.સગારકા, એ.એસ.આઈ.ભુપતસિંહ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા, મહાવીરસિંહ પરમાર, ચંન્દ્રસિંહ પઢીયાર, દેવશીભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ કેતનભાઇ અજાણા, રમેશભાઈ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, સિધ્ધાજભાઇ લોખીલ, મહેન્દ્રસિંહ ચુડાસમા, અરવિદભાઇ મકવાણા, કુલદિપભાઇ કાનગડ, વિજયભાઇ ડાંગર, શક્તિસિંહ જાડેજા, અજયભાઇ લાવડીયા, અર્જુનસિંહ પરમાર, યસવંતસિંહ ઝાલા, હસમુખભાઈ વોરા, રામદેવસિંહ જાડેજા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!