મોરબી સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ નજીક વિદ્યુતનગરના ઢોરે આવેલ મફતીયાપરાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ સાથે મકાન માલીક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આ સાથે વિદેશી દારૂનો જથ્થો આપી જનારનું નામ ખુલતા બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી-૨ સર્કિટ હાઉસની સામે વિધુતનગરના ઢોરે મફતીયાપરામાં આરોપી દિનેશભાઇ પુરબીયાના રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવતા મકાનમાંથી વિદેશી દારૂની કુલ ૩૬ નંગ શીલપેક બોટલ મળી આવી હતી, આ સાથે મકાન માલીક આરોપી દિનેશભાઇ સોમાભાઇ પુરબીયા ઉવ.૩૫ની અટક કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો આરોપી અનવરભાઇ મુસાભાઇ કુરેશી રહે મોરબીવાળો વેચાણ કરવા આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે આ આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.