મોરબી તાલુકા પોલીસને ખાનગીરાહે બાતમી મળી કે તાલુકાના ઘુટુ ગામે રામનગરી ગ્રીનપાર્ક સોસાયટી ની પાછળ બાવળની કાંટમાં પીરાભાઈ બોહરીયા વિદેશી દારૂ છુપાવી તેનું ખાનગીમાં છૂટક વેચાણ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે, જેથી બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે ઘુટુ ગામે રેઇડ કરતા, જ્યાં રામનગરી ગ્રીનપાર્ક સોસાયટીની પાછળ આવેલ બાવળની કાંટમાં એક ઈસમ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા મળી આવેલ, ત્યારે બાવળની કાંટમાં તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૩૬ બોટલ કિ.રૂ.૨૪,૬૯૬/- મળી આવી હતી, જેથી ત્યાં હાજર આરોપી પીરાભાઈ જોધાભાઈ બોહરીયા ઉવ.૩૭ રહે. ઘુટુ ગામ રામનગરી ગ્રીનપાર્ક સોસાયટીવાળાની અટકાયત કરવામાં આવી, આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.