મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના લીલાપર રોડ સ્મશાન પાસેથી આરોપી નિલેશભાઇ ભરતભાઇ ડાભી ઉવ.૨૦ રહે-સામાકાઠે રામકુવા વાળી શેરી ત્રાજપર ખારી મોરબી વાળાને ઈંગ્લીશ દારૂ ગ્રીન લેબલ એક્સપોર્ટ વ્હિસ્કીની ૪ નંગ બોટલ કિ.રૂ ૨,૮૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, ત્યારે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.