મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગના હોય તે દરમિયાન રવાપર ગામ સરદાર સોસાયટીમાં એક ઈસમ વિમલ પણ મસાલાનો થેલો લઈ શંકાસ્પદ હાલતમાં જઈ રહ્યો હોય જેથી તેને રોકી થેલાની તલાસી લેતા વિદેશી દારૂની સિગ્નેચર વ્હિસ્કીની ૭ નંગ શીલપેક બોટલ કિ.રૂ.૧૦,૫૦૦/- મળી આવી હતી, જેથી આરોપી મહેશભાઈ દાનાભાઈ જારીયા ઉવ.૩૨ રહે. રવાપર ગામવાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરી તેની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.