માળીયા(મી) તાલુકા પંચાયતથી પીપળીયા ચાર રસ્તા તરફ ચાલીને જઈ રહેલા સલીમભાઈ ઉર્ફે પલો ને માળીયા(મી) પોલીસ ટીમ દ્વારા રોકી તેની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની ૧ બોટલ કિ.રૂ.૫૬૧/- મળી આવી હતી. જેથી તુરંત આરોપી સલીમભાઈ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડા ઉવ.૩૮ રહે. માળીયા(મી) હાશમશા પીરની દરગાહ સામે વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.