માળીયા(મી)ના ભોડીવાંઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે આટાફેરા કરતા એક ઇસમને પૂર્વ બાતમીને આધારે માળીયા(મી) પોલીસ દ્વારા દેશી તમંચા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પકડાયેલ આરોપી સામે હથિયારધારા હેઠળ ગુનો દાખલ કરી, આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
માળીયા(મી) પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળી કે ભોડીવાંઢ વિસ્તારમાં આવેલ મોટાપીરની દરગાહ પાસે એક ઈસમ દેશી તમંચા સાથે આંટાફેરા કરે છે, જેથી માળીયા(મી) પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઉપરોક્ત સ્થળેથી આરોપી સદામભાઈ હબીબભાઈ નોતીયાર ઉવ.૩૩ રહે. ભોડીવાંઢ માળીયા(મી) વાળાને ઝડપી લીધો હતો. તપાસ દરમ્યાન આરોપીની પાસેથી એક દેશી બનાવટનો તમંચો કિ.રૂ.૫,૦૦૦/-મળી આવતા, જે કબ્જે લઈ પોલીસે આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.