હળવદ પોલીસ ટીમ દ્વારા મળેલ બાતમીને આધારે કીડી ગામમાંથી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લઈ આરોપી વિરુડજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસની સુચનાથી હળવદ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ અજીતસિંહ સિસોદીયા તથા પોલીસ સ્ટાફ હથીયાર ધારાના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ સાગરભાઇ કુરીયા તથા હરવિજયસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે કીડી ગામની સીમમાંથી આરોપી લાભુભાઇ પુંજાભાઇ જીંજવાડીયા રહે.ગામ જુના જોગડ તા.હળવદ વાળાને દેશી હાથ બનાવટના તમંચો કિ.રૂ.૧,૫૦૦/-સાથે પકડી લઈ તેની વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.