મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે વોચ ગોઠવી મોરબી તાલુકાના ગાળા ગામ નજીક ગાળા-પાવડીયારી રોડ ઉપર પુલ પાસેથી આરોપી સિકંદર ઉર્ફે સિકલો કાસમભાઈ સંધવાણી ઉવ.૪૨ રહે.માળીયા(મી) માલાણી શેરી સંધીવાસવાળાને હાથ બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.૨,૦૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.