ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આર્યવ્રત સ્કૂલ પાછળથી આરોપી દિનેશભાઇ નગરસિંગ મોહનીયા ઉવ.૩૩ રહે. હાલ આર્યવ્રત સ્કૂલ પાછળ વાડીમાં મૂળ રહે. દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના સજોઈ ગામના રહેવાસી વાળો અંધારામાં શંકાસ્પદ હાલતમાં જણાતા ટંકારા પોલીસ ટીમે તેને રોકી તેની અંગ ઝડતી લેતા, પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ ગોઆ સ્પિરિટ લખેલ બોટલ કિ.રૂ. ૩૦૦/-મળી આવતા તુરંત આરોપીની અટક કરી, તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.