મોરબી તાલુકા પોલીસે પીપળીયા ચાર રસ્તા ઉપરથી પસાર થતા વાહન ને રોકીને ચેક કરતાં બે ગૌવંશને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતા શખ્સને પકડી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ શંકાના આધારે મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા ઉપર હાઇવે રોડ ઉપર GJ-01-CY-4274 નંબરનું એલ.એસ મોડલનુ ઠાઠા વાળુ વાહન રોકી તેની તપાસ કરતા તેમાંથી બે ગૌવંશ મળી આવ્યા હતા. રાહુલભાઇ વાછાભાઇ ગમારા (રહે. લતીપર ગામ તા.ધ્રોલ જી.જામનગર) નામનો આરોપી બંને ગૌવંશ (બળદ)ને ખીચોખીચ એકબીજાને દોરડાથી કૃરતાપુર્વક બાંધી ગાડીમાં કોઇ ઘાસચારાની કે પાણીની સગવડ ન કરી ઘાતકીપણાનુ વલણ અપનાવી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જતો હતો. ત્યારે પોલીસે આરોપીને પકડી પાડી રૂ.50,000ની કિંમતનું અશોક લેલન કંપનીનુ દોસ્ત એલ.એસ મોડલનુ ઠાઠા વાળુ વાહન તથા રૂ.૧૦૦૦/-ની કિંમતના ગૌવંશ મળી કુલ રૂ.51,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.