મોરબી શહેરના ગેસ્ટ હાઉસ રોડ ઉપર ગુલાબ પાનની નજીક જાહેરમાંવર્લી મટકાનો આક ફરકનો નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમતા આરોપી રાજેશભાઇ ચંદુભાઇ ગણાત્રા ઉવ.૫૩ રહે-સામાકાઠે હાઉસિંગ બોર્ડ પાછળ રૂષભનગર શેરી નં-૦૪ વાળાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, પોલીસની રેઇડ દરમ્યાન આરોપી પાસેથી જુગાર સાહિત્ય વર્લી ફીચરના આંકડા લખેલ એક ચીઠી તથા રોકડ રૂ.૩૬૦૦/- સહિતના મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.