Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

મોરબીમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

મોરબીના ખૂણે ખાંચરે દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે. જેના પર અનેક વખત પોલીસ, ક્રાઇમ બ્રાંચ, સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી), લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) રેડ કરીને કાર્યવાહી કરતી હોય છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે કુબેરનાથ મેઈન રૉડ પર રેઇડ કરી એક શખ્સને વર્લી ફીચરનો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી કુબેરનાથ મેઈન રૉડ પર જાહેરમા એક શખ્સ વર્લી ફીચરનો જુગાર રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જાહેરમાં વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમી રમાડતા તારમામદભાઈ ઈસ્માઈલભાઈ જુનાણી (રહે. કુબેરનાથ મેઈન રૉડ ગ્રીન ચોક પાસે મોરબી)ને પકડી પાડી તેની પાસેથી વર્લી ફીચરનુ સાહીત્ય જેમા વર્લીફીચરના આંકડા લખેલ બે ડાયરી તથા રોકડા રૂ.૨૧૭૦/-ના મુદામાલને કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!