મોરબી તાલુકાના લાલપર પાસેથી જાહેરમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઇસમને રોકડા ૧૩,૬૦૦/-સાથે તાલુકા પોલીસ ટીમ દ્વારા ઝડપી લીધેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ મથક પીઆઇ એસ.કે.ચારેલ તથા ટીમના શકતિસિંહ કીશોરસિંહ જાડેજા, રમેશભાઇ રાજાભાઇ મુંધવાની સંયુકતરાહે મળેલ બાતમીને આધારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ત્રીવેણી સીરામીક પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા મનોજભાઇ રામજીભાઇ પટેલ રહે.લાલપર તા-જી મોરબીવાળાને રોકડ રૂ. ૧૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવી તેની વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.