મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં વર્લી ફીચર્સના અલગ અલગ આંકડાઓ એક ચિઠ્ઠીમાં લખી નસીબ આધારિત, પૈસાની હારજીતનો જુગાર રમતા જીવરાજભાઈ શંકરભાઇ ધામેચા રહે.રણછોડનગરવાળાને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે આરોપી પાસેથી રોકડા રૂ.૫૨૦/- તથા વરલીફીચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.