Monday, May 20, 2024
HomeGujaratમોરબી તાલુકાના નીચી માંડલ ગામે કારમાં 25 હજારનો વિદેશી દારૂ ભરી છાને...

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે કારમાં 25 હજારનો વિદેશી દારૂ ભરી છાને ખૂણે વેચાણ કરતો શખ્સ ઝડપાયો

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે કારમાં દારૂ રાખી વેચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડી 102 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીના નીચી માંડલ ગામે ભાડાના મકાનમાં રહેતો શખ્સ કિશોરભાઇ બચુભાઇ બળોધરા પોતાના રહેણાંક મકાન પાસે ફોર્ડ ફીગો કાર નં . GJ – 03 – ER – 2542 માં ઇગ્લીશ દારૂ રાખી ચોરી છુપીથી વેચાણ કરતો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટાફને બાતમી મળી હતી જે બાતમીને પગલે પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી. જ્યાં રેઇડ કરતા ફોર્ડ કંપનીની ફીગો કારમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ -૫૪ કિ.રૂ .૧૮,૩૦૦ તથા કન્ટ્રી કલબ ડીલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ -૪૮ કિં.રૂ .૭૨૦૦ મળી કિં.રૂ .૨૫,૫૦૦ ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. જેથી પોલીસે કાર સહિત રૂપિયા ૧,૨૫,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી કિશોરભાઇ બચુભાઇ બળોધરા વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરી દરમીયામ પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ વી.જી.જેઠવા, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, હરેશભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઇ ચાવડા, કોન્સ્ટેબલ ફતેસગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!