વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં ઇટાલિકા કારખાનાની બાજુમાં શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના થેલા સાથે ઉભેલ યુવકની વાંકાનેર તાલુકા પોલીસે પૂછતાછ કરતા સંતોષકારક જવાબ નહિ મળતા તેની અંગ ઝડતી તથા તેની પાસે રહેલ થેલાની તલાસી લેવામાં આવી હતી, ત્યારે થેલામાંથી વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ૧૨ નંગ બોટલ કિ.રૂ.૪,૫૦૦/-મળી આવતા તુરંત આરોપી ખોડાભાઈ ગોવિંદભાઇ ટોટા ઉવ.૨૧ રહે. માટેલ ગામ તા.વાંકાનેર વાળાની અટકાયત કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.