મોરબી તાલુકાના ખાખરાળા ગામ નજીક પીપળીયા રોડ નકલંક ગતક નજીક તાલુકા પોલીસ વાહન ચેકીંગ તથા પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઓટો રીક્ષા રજી.નં. જીજે-૧૦-ટીઝેડ-૭૬૯૨ શંકાસ્પદ જણાઈ આવતા તેને રોકી, રીક્ષામાં તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની બે નંગ બોટલ મળી આવી હતી, જેથી તુરંત આરોપી ઓટો રીક્ષાના ચાલક હુશેનભાઈ હાજીભાઈ જામ ઉવ.૩૫ રહે.મોરબી જોશનગર શેરી નં.૧૧ લાતી પ્લોટ વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી, આ સાથે તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા ઓટો રીક્ષા સહિત કુલ કિ.રૂ. ૧,૦૧,૧૨૨/-નો મુદ્દામાલ જપ્ત કરી, આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.