Friday, February 13, 2026
HomeGujaratમોરબીમાં વાહનની બેટરીના પાણીના પાર્સલની આડમા વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમ...

મોરબીમાં વાહનની બેટરીના પાણીના પાર્સલની આડમા વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમ ઝડપાયો

મોરબીમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાહનની બેટરીના પાણીના પાર્સલની આડમાં મંગાવવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વાપીથી મોરબી આવતી ખાનગી ટ્રાવેલ્સ મારફતે દારૂના પાર્સલ લાવવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા લાતીપ્લોટ શેરી નંબર 6 પાસે રેડ કરી લોડિંગ રિક્ષામાંથી પાર્સલ પેકિંગના બોક્સ ઝડપી પાડ્યા છે. જેમાંથી સાત બોક્સમાં કુલ 1248 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જ્યારે ત્રણ બોક્સમાં બેટરીના પાણીની બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે દારૂની બોટલો, બેટરી પાણી, બનાવટી બિલ અને લોડિંગ રિક્ષાનો મુદ્દામાલ મળી કુલ રૂ. 4,57,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, આ બનાવમાં તૌફિકભાઇ મહેબુબભાઇ હાજીસા બુખારીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સાહીલ હનીફભાઇ પરમાર નામનો શખ્સ ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!