પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લાલપર ગામના બસ સ્ટેન્ડ નેશનલ હાઇવે સર્વિસ રોડ ઉપરની ઘટના
મોરબીના લાલપર ગામના બસ સ્ટેન્ડ નેશનલ હાઇવે સર્વિસ રોડ ઉપર પાર્ક થયેલા આઇસર ટેમ્પોમાંથી મોબાઈલ ચોરી કરનાર તસ્કરને પકડી લેવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે આઇલ્સ ટેમ્પોચાલકની ફરિયાદ પરથી આરોપી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે રહેતા નારાયણભાઇ મોતીભાઇ મુંઘવા (ઉ.વ.૪૨) એ આરોપી હાજીભાઇ અકબરભાઇ માણેક (રહે. મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૭ ના રોજ લાલપર ગામના બસ સ્ટેન્ડ નેશનલ હાઇવે સર્વિસ રોડ ઉપર ફરીયાદીના દિકરાનો વિવો કંપનીનો મોબાઇલ આઇશર ટેમ્પોમાંથી આરોપીએ ચોરી કરી લઈ ગયો હતો. જો કે, આરોપીએ આઇસર ટેમ્પોમાંથી મોબાઈલની ચોરી કરતા તરતજ સ્થાનિકોએ તેને રંગેહાથે પકડી લીધો હતો અને આ આરોપીને પોલીસની હવાલે પણ કરી દીધો હતો. બાદમાં પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.