વાંકાનેર તાલુકાના ગારીયા ગામે યજ્ઞપુરૂષનગર ખાતે આવેલ વિશાલભાઈ ગોંડલીયા વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની ખાનગીરાહે મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા રહેણાંક મકાનની બાજુમાં બાવળની કાંટમાં છુપાવીને રાખેલ વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૧૦ નંગ બોટલ કિ.રૂ.૬,૯૬૦/-મળી આવી હતી, જેથી આરોપી વિશાલભાઈ મન્છારામભાઈ ગોંડલીયા ઉવ.૨૪ની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી, આ સાથે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.