વાંકાનેરના સરધારકા ગામે બીપીએલ સોસાયટીમાં રહેતા ચેતનભાઈ વાટુકીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળેલ હોય જેથી તુરંત પોલીસ ટીમે ઉપરોક્ત ચેતનભાઈના રહેણાંક મકાને રેઇડ કરી હતી, જેમાં રહેણાંક મકાન સામે ખરાબાની જમીનમાં વાડાની અંદર જમીનમાં ખાડો કરી તેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી તેની ઉપર લાકડાનો ઢગલો કર્યો હોય, ત્યારે વાડાની જમીનમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો, જેમાં વિદેશી દારૂ ૮-પીએમ વ્હિસ્કીની ૧૧ બોટલ કિ.રૂ.૩,૦૯૧/- કબ્જે લઈ આરોપી ચેતનભાઈ અશોકભાઈ વાટુકીયા ઉવ.૨૪ વાળાની સ્થળ ઉપરથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.