Saturday, April 19, 2025
HomeGujaratમોરબીના કુબેરનગરમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી વિદેશી દારૂની ૨૧ બોટલ સાથે...

મોરબીના કુબેરનગરમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી વિદેશી દારૂની ૨૧ બોટલ સાથે એક પકડાયો.

ક્રાઇમ બ્રાંચ ટીમે દારૂ તથા કાર મળી કુલ ૧.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે રેલ્વે સ્ટેશન રોડ કુબેરનગર શેરી નં.૩ માં રહેણાંક મકાન સામે પાર્ક કરેલ સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂની ૨૧ બોટલ સાથે એક ઇસમને પકડી લઈ કુલ ૧.૨૧લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, આ સાથે એલસીબી પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

મળતી વિગતો અનુસાર, મોરબી એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે કુબેરનગર શેરી નં. ૩ માં રહેતો દિનેશભાઇ નાંગર પોતાના રહેણાંક મકાનની સામે સેન્ટ્રો કારમાં વિદેશી દારૂનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, એક ગ્રે કલરની સેન્ટ્રો કાર રજી.નં.જીજે-૦૩-ઈઆર-૦૯૭૩ માં તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડની ૨૧ બોટલ કિ.રૂ.૨૧,૦૦૦/- મળી આવી હતી, આ સાથે આરોપી દિનેશભાઇ જયમલભાઈ નાંગર ઉવ.૪૨ વાળાની અટકાયત કરવામાં આવી છે, હાલ એલસીબી પોલીસે કાર તથા વિદેશી દારૂ સહિત ૧,૨૧,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!