માળીયા(મી) પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન માળીયા પોલીસને બાતમી મળી હતી કે જીજે-૨૧-એક્યુ-૯૪૯૧ નમ્બરની એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટકારમા એક શખ્સ ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને કચ્છથી માળીયા તરફ આવી રહ્યો છે જેથી માળીયા પોલીસ દ્વારા મળેલ બાતમીને આધારે માળીયા કચ્છ હાઇવે પર આવેલ હોનેસ્ટ હોટેલ નજીક વૉચ ગોઠવતા ઉપરોક્ત નમ્બરમી કાર પસાર થઈ હતી જેને રોકીને તલાશી લેવામાં આવતા કારમાંથી આરોપી કિરણભાઇ ભલાભાઇ સોલંકી (ઉ.વ.ર૧ ધંધો.ખેતી રહે.જેતડા તા.થરાદ જી.બનાસકાંઠા)ને ભારતીય બનાવટની ઇંગલીસ દારૂ એડ્રીલ ઓરેંજ વોડકા ફોર સેલ ઇન ગોવા બ્રાન્ડની કુલ બોટલો નંગ-૬ કિ.રૂ.૧૦,૮૦૦/, એડ્રીલ ગ્રીન એપલ વોડકા ફોર સેલ ઇન ગોવા બ્રાન્ડની કુલ બોટલો નંગ-૩૬ કિ.રૂ.૧૦,૮૦૦, એડ્રીલ ક્લાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન ગોવા બ્રાન્ડની કુલ બોટલો નંગ-૧૧૭ કિ.રૂ.૩૫,૧૦૦/, જરવીસ રોજર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૬૦ કિ.રૂ.૧૮,૦૦૦/,એક ઓપો કંપનીનો 54, મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/, સુઝુકી કંપનીની સ્વિફ્ટકાર જેની કિ રૂ ૩,૦૦,૦૦૦/ – મળી કુલ રૂ. ૩,૭૯,૭૦૦/-ના મુદામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉપરોક્ત કામગીરીમાં માળીયા(મી)પીએસઆઈ બી.ડી.જાડેજા,હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ,મહેન્દ્રસિંહ ચુડાસમા, સામજીભાઇ ઉઘરેજા, જીગ્નેશભાઇ લાંબા, ભગીરથસિંહ ઝાલા,દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.