Saturday, July 27, 2024
HomeGujaratમોરબીનાં નવા ડેલા રોડ પાસેથી એક ઈસમ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો

મોરબીનાં નવા ડેલા રોડ પાસેથી એક ઈસમ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂ પકડવાનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ સ્થાનિક પોલીસે પણ ચેકીંગમાં વધારો કરી દીધો છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ચેકીંગ દરમિયાન મોરબી નવા ડેલા રોડ રાવલ શેરી પાસે શંકાના આધારે મિલનભાઈ ભીખાભાઈ મેવાડા (રહે મોરબી નવાડેલા રોડ રાવલ શેરી) નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરી હતી. ત્યારે પોલીસને સંતોષકારક જવાબ ન મળતા તેઓએ આરોપીની ચેકીંગ કરતા તેની પાસેથી વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ની કંપની શીલબંધ રૂ.૩૭૫/-ની કિંમતની એક બોટલ મળી આવતા પોલીસે આરોપીને પકડી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!