મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામાકાંઠે નિર્મળ જ્યોતિ પેટ્રોલ પંપ પાસે જાહેરમાં એક ઈસમ પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલ હોય જેથી તેને રોકી થેલીની તલાસી લેતા તેમાંથી માસ્ટર બ્લેન્ડર સિગ્નેચર વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૯૬૭/- મળી આવી હતી, જેથી આરોપી પ્રદીપભાઈ દયારામભાઈ વાણીયા ઉવ.૩૦ રહે.ભડિયાદ કાંઠે હરિઓમ સોસાયટી શેરી નં.૧ વાળાની અટક કરી તેની વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.