મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પંચાસર રોડ ઉપર પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ભારતપરામાં જતા રસ્તે શંકાસ્પદ હાલતમાં એક શખ્સ ત્યાંથી પસાર થતો હોય જેથી તેને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની ઓલ સેશન ગોલ્ડન વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૬૯૫/- મળી આવી હતી, જેથી તુરંત આરોપી મેહબુબભાઇ તાલબભાઇ કૈડા ઉવ.૩૫ રહે.પંચાસર રોડ ભારતપરા સોસાયટી મોરબીવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી આગળની તપાસ ચલાવી છે.