Friday, September 20, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગરમાંથી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના મહેન્દ્રનગરમાંથી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવીઝન પોલીસે દારૂની બોટલ સાથે એક ઇસમને પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ધર્મમંગલ સોસાયટી, લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ, પહેલો માળ, ૧૦૧, મહેંદ્રનગર મોરબી-૨ ખાતે આવેલ દીવ્યરાજસિંહ રાજેંદ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દારૂ લઈ જવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરતા રોયલ ચેલેંજ અમેરીકન પ્રાઇડ ડીલક્ષ ગોલ્ડ વ્હીસ્કિની એક બોટલ સાથે દીવ્યરાજસિંહ રાજેંદ્રસિંહ જાડેજા નામનો આરોપી મળી આવતા પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિ.કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ ગુનો નોંધી જેલ હવાલે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!