મોરબી શહેર બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિશાલ ફર્નિચરના શોરૂમ નજીક આરોપી જીતેન્દ્રભાઇ વાસુદેવભાઇ નિશાદ ઉવ.૨૧ રહે.હાલ શોભેશ્વર રોડ પીકનીક સેન્ટર પાછળ મોરબી મુળ રહે.ગામ તાજગંજ તા.જી.આગ્રા ઉત્તર પ્રદેશ વાળાને વિદેશી દારૂની બ્લેક ડોગ બ્રાન્ડની વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩ હજાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, પોલીસે પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ વિદેશી દારૂની બોટલ અંગે સઘન પૂછતાછ શરૂ કરી છે, ત્યારે હાલ આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે