વાંકાનેર તાલુકા પોલીસ ટીમે માટેલ ગામ નજીક અમરધામ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ આરોપી મનજીભાઈ જેસીંગભાઈ સરાવાડીયા ઉવ.૪૫ રહે.માટેલ તા.વાંકાનેર વાળાને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી પ્રતિબંધિત જીવલેણ ચાઈનીઝ દોરીની ૧ ફીરકી કિ.રૂ.૧૦૦/- મળી આવી હતી, જેથી પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









