Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેરમાં દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરમાં દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં કાયદો અને વ્યસ્થાની પરીસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા માટે ગેર કાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાનાં ઢુવા ચોકડી પાસે રોડ ઉપરથી દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા કાર્ટીસ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કોડની ટીમ ગેર કાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટેની ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ કામગીરી કરવા પ્રયત્નશીલ હોય દરમિયાન તેઓને મળેલ ખાનગી હકિકત આધારે વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસે રોડ ઉપરથી સિકંદરભાઇ રાયધનભાઇ મોવર મિયાણા (રહે. વાંકાનેર વીસીપરા રેલ્વે સ્ટેશન) નામનો આરોપી દેશી હાથબનાવટની લોખંડની મેજીન વાળી રૂ.૧૦,૦૦૦/-ni ૧ પીસ્તોલ, જીવતા કાર્ટીસ-૦૩ કિંમત રૂ.૩૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૩૦૦/- નાં મુદ્દામાલ સાથે મળી આવતા પોલિસે તેને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!