Thursday, May 2, 2024
HomeGujaratમોરબીમાંથી દેશી પિસ્તોલ અને કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાંથી દેશી પિસ્તોલ અને કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના ભીમસર ચોકડી, ઉમાટાઉનશીપ રોડ ઉપરથી મોરબી ક્રાઈમ બ્રાંચે દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા કાર્ટીસ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં કાયદો અને વ્યસ્થાની પરીસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા સારૂ ગેર કાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા મોરબી એલ.સી.બી.ના પી.આઇ. ડી.એમ. ઢોલને જરૂરી સુચના માર્ગદર્શન આપતા ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.જે.ચૌહાણ તથા મોરબી એલ.સી.બી.ના એન.એચ.ચુડાસમા તેમજ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફના માણસો સાથે કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. એલ.સી.બી. પોલીસની ટીમને મળેલ ખાનગી બાતમીના આધારે તેઓએ મોરબી ભીમસર ચોકડી, ઉમાટાઉનશીપ રોડ ઉપરથી રેઇડ કરી આરોપી જાવેદ ઉર્ફે જાવલો ઉમરભાઇ મતવા (રહે. સીપાઇવાસ મસ્જીદની બાજુમાં, મોરબી) પાસેથી દેશી હાથબનાવટની લોખંડની મેગ્ઝન વાળી રૂ.૧૦,૦૦૦/-ની કિંમતની ૦૧ પીસ્તોલ તથા રૂ.૧૦૦/-ની કિંમતનો ૦૧ જીવતો કાર્ટીસ મળી કુલ રૂ.૧૦,૧૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપીને પકડી પાડી મોરબી સિટી બી ડિવિઝન પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!