Saturday, April 20, 2024
HomeGujaratમોરબીનાં લાલપર બસ સ્ટેન્ડ પાસેથી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીનાં લાલપર બસ સ્ટેન્ડ પાસેથી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ તાજેતરમાં આવતી સામાન્ય વિધાનસભા ચૂંટણી અનુસંધાને ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવા સુચના કરતા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર ધારાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અંગે કાર્યવાહી કરતાં દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને હાથ બનાવટના હથિયાર સાથે પકડી પાડયો છે અને જેલ હવાલે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ બાવળીયા તથા ભગીરથભાઇ લોખીલને મળેલ ખાનગી બાતમીનાં આધારે પીએસઆઈ વી.જી.જેઠવાને મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસે રેઇડ કરવા સુચના કરતા તેઓએ મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમ ની તલાશી લેતા તેની પાસેથી એક હાથ બનાવટનુ લોખંડનુ જામગરી બંદૂક જેવું હથિયાર મળી આવ્યું હતું જેથી આરોપીની પૂછપરછ કરતાં તેનું નામ સંજય ભરતભાઇ જંજવાડિયા(ઉ.વ.૨૬,રહે.વિદ્યાનગર સોસાયટી, એન.જી મહેતા કોલેજ સામે તા.જી.મોરબી મુ.રહે.વેજલપર તા.માળીયા જી.મોરબી)વાળાને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કી. રૂ.૨૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ ગન્હો નોંધી આગળની તપાસ આદરી છે.

આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ મથક પીઆઈ કે.એ.વાળા,પીએસઆઈ વી.જે.જેઠવા,હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ બાવળિયા અને ભગીરથભાઈ લોખીલ,દિવ્યરાજસિંહ જાડેજા,જયદીપભાઈ પટેલ,અને પંકાજભા ગુઢડા સાહિના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!