મોરબી એ ડિવિઝન પોલીસે એક વર્ષ પહેલા નોંધાયેલ મોટરસાયકલ ચોરીની ફરિયાદમાં ચોરાઉ મોટર સાયકલ તથા ચોર બંનેને મોરબી શકત શનાળા નજીક રાજપર રોડ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે બાઈક ચોર પાસેથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ કબ્જે લઇ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે પો.હેડકોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા સિધ્ધરાજસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે વશરામભાઈ નરશીભાઈ પરમાર શકત શનાળા રાજપર રોડ મામાદેવના મંદીર પાસેથી મળી આવતા તેની પાસે મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોલીસે પોકેટ કોપ એપ્પથી સર્ચ કરતા મોટર સાયકલ વર્ષ ૨૦૨૩માં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપી વશરામભાઈ નરશીભાઈ પરમાર ઉવ.૩૧ રહે શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ બુટાની વાડી મોરબીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એડી-૦૪૨૧ કબ્જે લઇ આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.