બે માસ અગાઉ થયેલી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાંચે આરોપીને દબોચ્યો.
મોરબી એલ.સી.બી. ટીમે વેજીટેબલ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ રીતે બાઈક ચલાવતા એક ઇસમને અટકાવી તપાસ કરતા ચોરાઉ મોટર સાયકલ મળી આવ્યુ હતું. ત્યારે તપાસમાં બે માસ અગાઉ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીની ફરિયાદ મુજબનું મોટર સાયકલ હોવાનું બહાર આવતા તુરંત આરોપીને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબી એલ.સી.બી. ટીમે શહેરના વેજીટેબલ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડ્યો છે. મોરબી એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. સુરેશભાઈ હુંબલ, હેડ કોન્સ. શક્તિસિંહ ઝાલા તથા કોન્સ. આશીફભાઈ રાઉમા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ફોરેસ્ટ ઓફિસ સામે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વિનાનું મોટર સાયકલ ચલાવી આવતો હોય જેથી તેને રોકી, હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલના કાગળો તથા આધાર પુરાવા માંગતા, કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાની શંકાએ ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટર સાયકલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરી મુજબનું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તુરંત ક્રાઇમ બ્રાચ ટીમે આરોપી હરેશ રાજેશભાઈ પંચાસરા રહે. બેલા(રંગપર) મફતીયાપરા તા.જી. મોરબી વાળાની અટક કરી તેની પાસેથી મળેલ મોટર સાયકલને ગુનાના કામના મુદામાલ તરીકે હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો. વધુમાં પકડાયેલ આરોપી હરેશ પંચાસરા દિવસ દરમ્યાન હાઈવે નજીક હોટલ અથવા મકાન બહાર લોક કર્યા વગર પાર્ક કરેલ મોટર સાયકલની રેકી કરી સીધી ચોરી કરવાની ટેવ ધરાવે છે.









