મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સિવિલ હોસ્પિટલના વાહન પાર્કિંગમાં એક ઈસમ પ્લાસ્ટિકના ઝબલા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોય જેથી પોલીસે તેને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની રોયલ બ્લુ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૫ નંગ બોટલ મળી આવી હતી, જેથી પોલીસે આરોપી પાર્થભાઈ કિશોરભાઈ ચૌહાણ ઉવ.૨૫ રહે.મોરબી લુહાર શેરી ગોવિંદ ભુવનવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.