મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સાપર ગામની સીમમાં પાવડીયાળી કેનાલ નજીક શંકસોળ હાલતમાં ઉભેલ આરોપી કિશોરભાઈ બચુભાઇ બડોધરા ઉવ.૨૯ રહે. જોગડ ગામ તા.હળવદ વાળાની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાં છુપાવી રાખેલ થેલીમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ કિ રૂ ૩,૩૦૦/-મળી આવી હતી, જેથી તુરંત આરોપીની અટક કરી તેના વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.