Wednesday, January 1, 2025
HomeGujaratમોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી ચકલા-પોપટનો જુગાર રમાડતા એક શખ્સની અટકાયત

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી ચકલા-પોપટનો જુગાર રમાડતા એક શખ્સની અટકાયત

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કાલિકા પ્લોટમાં નર્મદા હોલ નજીક અમુક ઈસમો કુંડાળું કરીને ગેર કાયદેસર રીતે પૈસાની હારજીતનો ચકલા-પોપટનો જુગાર રમતા ધ્યાને આવતા પોલીસે રેઇડ કરી હતી. ત્યારે પોલીસને દૂરથી આવતા જોઈ જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી ત્યારે ચકલા-પોપટનો જુગાર રમાડી રહેલ આરોપી સુનિલભાઈ લાભુભાઈ ધમેચા ઉવ.૩૦ રહે.મોરબી વજેપર શેરી નં.૨૧ વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પકડાયેલ આરોપી પાસેથી પોલીસે ચકલા-પોપટના જુગાર રમાડવાનું સાહિત્ય તથા રોકડા ૪૩૦/- કબ્જે લઈ આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!