ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી ટંકારા હાઇવે ઉપર કમ્ફર્ટ હોટલ સામે શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલ શખ્સની તલાસી લેતા, પ્લાસ્ટિકની થેલીમાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૧,૩૪૬/- મળી આવી હતી, જેથી આરોપી ભવિનભાઈ વિનોદભાઈ ચાવડા ઉવ.૨૨ રહે.વિરપર તા.ટંકારા વાળાની અટક કરવામાં આવી હતી, ત્યારે વિદેશી દારૂ અંગે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછ કરતા, વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા સાહિલભાઈ સીદીકભાઈ ચાનીયા પાસેથી લઈ આવ્યાની કબુલાત આપતા ટંકારા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી, બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.