Sunday, November 24, 2024
HomeGujaratમોરબીના લીલાપરની સરકારી જમીનમાં દબાણ કરનાર એક દબોચાયો: એક પોલીસ પકડથી દૂર

મોરબીના લીલાપરની સરકારી જમીનમાં દબાણ કરનાર એક દબોચાયો: એક પોલીસ પકડથી દૂર

મોરબીના લીલાપરની સરકારી જમીનમાં દબાણ કરનાર એક દબોચાયો: એક પોલીસ પકડથી દૂરમોરબીનાં લીલાપર ગામમાં આવેલી સરકારી જમીન હડપ કરી જવાના ઇરાદે બે શખ્સો દ્વારા ગેરકાયદે દબાણ કરતા મોરબી તાલુકા મામલતદાર દ્વારા લીલાપરના બે શખ્સો સામે લેન્ડ ગ્રેનિંગ તળે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદને પગલે પોલીસે એક આરોપીને દબોચી લીધો છે જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાથી પોલીસે આ શખ્સની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામે આવેલી આવેલી સર્વે નંબર ૩૫ વાળી જમીન પચાવી પાડવાના ઇરાદે નારણભાઇ માધાભાઇ લાબરીયા તથા મનોજભાઇ વશરામભાઇ રબારી રહે. બંને લીલાપર વાળાઓએ આ જમીનમાં દબાણ કર્યુ હોવાની મોરબી તાલુકા મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજાએ થોડા સમય પહેલા મોરબી

તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લીલાપર ગામના સર્વે નંબર ૩૫ વાળીમાં જમીનમાં આરોપીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદને પગલે મોરબી. તાલુકા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ

વિધેયક ર0ર0 ની કલમ- ૩, ૪(૧), (ર), (3) તથા ૫ (ક), ૫ (ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ કેસની તપાસ એસસીએસટીના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને તેની ટિમ ચલાવી રહી હતી જે દરમિયાન હાલમાં એક આરોપી મનોજભાઇ વશરામભાઇ ભુંભારિયા જાતે રબારીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!